Telegram Group & Telegram Channel
- AI ક્ષેત્ર ઝપાટાભેર સ્પર્ધાત્મક બનતું જાય છે- પ્રસંગપટ
- ભારતીય મૂળ ધરાવતી વ્યક્તિઓનાં નામ AI ક્ષેત્રે ટોચ પર ચમકે તે ગૌરવપ્રદ ઘટના છે- શિવરાવ- તૃહીન શ્રીવાસ્તવ- વરૂલ મોહન- અરવિંદ જૈન- અરવિંદ શ્રીનિવાસ- વિપુલવેદ પ્રકાશઆર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ ક્ષેત્રે મૂળ ભારતીયો ધ્યાનાકર્ષક કામગીરી કરી રહ્યા છે. 'ફોર્બ્સ' મેેગેઝિનના  ‘AI 50’ લિસ્ટમાં  છ કંપનીઓ મૂળ ભારતીયોની છે. આ કંપનીઓ એટલે એબ્રિજ (સીઇઓઃ શિવ રાવ), બેસીટેન (તુહીન શ્રીવાસ્તવ), કોડિયમ (વરૂણ મોહન), ગ્લેન (અરવિંદ જૈન), પરપ્લેક્સિટી (અરવિંદ શ્રિનિવાસ) અને તેમજ ટુગેધર (વિપુલ વેદ પ્રકાશ). આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ ક્ષેત્રે રોજ નવાં સંશેાધનો થઈ રહ્યાં છે. 'ફાર્બ્સ' મેગેઝિનમાં ભારતીય મૂળની વ્યક્તિઓનાં નામો ચમકે ત્યારે ગૌરવ થાય તે સ્વાભાવિક છે. આ છ કંપનીઓએ રોકાણકારોનું પણ ધ્યાન ખેંચ્યું છે. ગ્રાહકો માટે ઉપયોગી ટેકનોલોજી બજારમાં વધુ ડિમાન્ડ ઊભી કરે છે. સિલિકોન વેલીમાં રોકાણ કરતા રોકાણકારો મૂળ ભારતીયો મારફતે જેનો વહીવટ થાય છે તેવી કંપનીઓમાં રસ લઇ રહ્યા છે. આ છ કંપનીઓએ કુલ ૩૪.૭ અબજ ડોલરનું રોકાણ મેળવ્યું છે, જેમાંથી ૧૦ અબજ ડોલરનું રોકાણ તો માઇક્રોસોફ્ટ સાથે સંલગ્ન એવી ઓપન એઆઇ મારફતે આવેલું છે.AI ક્ષેત્ર ધાર્યા કરતાં વધુ ઝડપથી સ્પર્ધાત્મક બનતું જાય છે. 'ફોર્બ્સ' મેગેઝીને જ્યારે પ્રભાવશાળી કંપનીઓની યાદી તૈયાર કરવાની શરૂઆત કરી ત્યારે આ ક્ષેત્રની ૧૯૦૦ કંપનીઓએ પોતાની માહિતી સબમિટ કરી હતી. એબ્રિજની વાત કરીએ તો આં કંપની એવી દિશામાં કામ કરી રહી છે, જ્યાં છૈં ડોક્ટરોને પેપરવર્કમાંથી તે મુક્તિ અપાવી શકે છે. દર્દીના ભૂતકાળની તબીબી હિસ્ટ્રી હાથમાં સાચવવાની જરૂરી રહેતી નથી. ડોક્ટરે ડોક્યુમેન્ટ સેવ કરવાની પળોજણ કરવાની આવશ્યકતા પણ નથી. આ બધાં કામ છૈં કરી નાખશે.  AI  દ્વારા તૈયાર થયેલી રોગીની  તબીબી હિસ્ટ્રી વર્ષો સુધી કામમાં આવી શકે છે. વારસાગત ચાલી આવતા કેટલાક રોગોમાં આ હિસ્ટ્રી ખૂબ મદદ કરી શકે છે. હાલમાં ૧૦,૦૦૦ જેટલી ક્લિનિક તેનો ઉપયોગ કરે છે. કંપનીએ ૨૦૦ મિલિયન ડોલરનું ફંડ ઊભું કર્યું છે.તુહીન શ્રીવાસ્તવ જે કંપનીના ફાઉન્ડર છે તે બેસીટેન કેલિફોર્નિયામાં આવેલી છે. તેની પ્રોડક્ટ AI આધારીત બિઝનેસ પ્રેક્ટિસમાં ઉપયોગી બને છે. તેના ઉપયોગથી કંપની પોતાનું ક્લાઉડ ઊભું કરી શકે છે. કંપની પોતાનો વર્કલોડ આસાનીથી વહન કરી શકે છે. કંપનીએ ૨૨ મિલિયન ડોલરનું ફંંડ ઊભુંુ કર્યું છે. કોમ્પ્ટર કોડિંગ સાથે સંકળાયેલા લોકોને બહુ ઉપયોગી બને એવું AI સોફ્ટવેર કોડિયમના સીઇઓ વરૂણ મોહને તૈયાર કર્યું છે. આ સોફ્ટવરનો ઉપયોગ કરીને કોડર્સ વધુ ઝડપે કામ કરી શકે છે. તે વ્યક્તિગત સ્તરે અને કંપનીઓને વિનામૂલ્યે અપાય છે. અલબત્ત, તેના એક્સટેન્શન માટે પૈસા લેવાય છે. આ એક્સટેન્શનની મદદથી ૭૦ ભાષાઓમાં કોડીંગ થઇ શકતું હોવાથી તે ઉપયોગી બન્યું છે.૨.૨ અબજ ડોલરનું વેલ્યુએશન ધરાવતા AI આધારીત સર્ચ એન્જીન ગ્લેનના સીઇઓ અરવિંદ જૈન છે. કંપનીને લગતી નીતિઓને તે ત્વરિત જવાબો આપે છે. તે કંપનીઓને ફર્સ્ટ રિસ્પોન્ડર્સ જેવી સિસ્ટમ ઊભી કરી આપી શકે છે.  અરવિંદ શ્રીનિવાસે ૨૦૨૨માં ઓપન એઆઇ ખાતેની રીસર્ચર તરીકેની જોબ છોડીને પોતાનું ડ્રીમ સાકાર કરવા કેલિફોર્નિયામાં પરપ્લેક્સિટી પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું હતું. તે એક પ્રકારનું સર્ચ એન્જીન છે અને તે ઇન્ટનેટ પરના કોઇ પણ વિષય પર વિસ્તૃત સમજ આપે છે. તેની કામગીરી વિકિપીડીયા અને ચેટજીપીટી જેવી કહી શકાય. નિવેડીયા સહિતના તેના ૧૫ મિલિયન યુઝર્સ છે.વિપુલ વેદ પ્રકાશ જેના ફાઉન્ડર છે તે કંપની  ટુગેધરના નામે જાણીતી છે. તેની ઓળખ 'રેડ પજામા' તરીકે પણ છે. તેના ૪૫,૦૦૦ જેટલા રજીસ્ટર્ડ યુઝર્સ છે. કંપનીનું વેલ્યુએશન ૧.૩ અબજ ડોલરનું છે. આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સી ક્ષેત્રે ભારત તાલ મિલાવી રહ્યું છે. અલબત્ત, કેેટલાક સંશોધનો માટે વિદેશ પર આધાર રાખવો પડે છે. વિશ્વની ટોચની ૫૦ AI કંપનીઓમાં મૂળ ભારતીયોની છ કંપનીઓ હોય ત્યારે સહેજે અપેક્ષા રાખી શકાય કે આ કંપનીઓ ભારતનાં સંશોધનોને વધુ બળ પૂરૂં પાડશે.

tg-me.com/fast24news/256138
Create:
Last Update:

BY Fast News By Rikesh

Warning: Undefined variable $i in /var/www/tg-me/post.php on line 280

Share with your friend now:
tg-me.com/fast24news/256138

View MORE
Open in Telegram

Fast News By Rikesh Telegram | DID YOU KNOW?

Date: |

NEWS: Telegram supports Facetime video calls NOW!

Secure video calling is in high demand. As an alternative to Zoom, many people are using end-to-end encrypted apps such as WhatsApp, FaceTime or Signal to speak to friends and family face-to-face since coronavirus lockdowns started to take place across the world. There’s another option—secure communications app Telegram just added video calling to its feature set, available on both iOS and Android. The new feature is also super secure—like Signal and WhatsApp and unlike Zoom (yet), video calls will be end-to-end encrypted.

The Singapore stock market has alternated between positive and negative finishes through the last five trading days since the end of the two-day winning streak in which it had added more than a dozen points or 0.4 percent. The Straits Times Index now sits just above the 3,060-point plateau and it's likely to see a narrow trading range on Monday.

Fast News By Rikesh from us

Telegram Fast News By Rikesh
FROM USA