Telegram Group Search
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ૩ ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા(CCE) માટે કુલ ૫૨૦૨ જગ્યાની ભરતી પ્રક્રિયા ચાલુ છે. આ 5202 જગ્યા પૈકી  3288 જગ્યા GROUP - B પ્રકારની છે અને બાકીની 1914 જગ્યા GROUP - A પ્રકારની છે. એટલે કે 3288 જગ્યાની મુખ્ય પરીક્ષા માત્ર MCQ પ્રકારની હશે અને 1914 જગ્યા માટે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની હશે તો હવે કયા ગ્રુપની તૈયારી કરવી ?

જો તમે ક્યારેય કોઈપણ વર્ણનાત્મક પ્રકારની એટલે કે ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની પરીક્ષા નથી આપી અને તમે હાલ કોઈપણ સરકારી નોકરી નથી ધરાવતા તો Group-B ની તૈયારી કરવી વધારે હિતાવહ છે. કારણ કે જગ્યા પણ વધારે છે અને પરીક્ષા પદ્ધતિ પણ MCQ પ્રકારની છે.

તમે જાણો જ છો કે બંને ગ્રુપની પ્રિલીમ પરીક્ષામાં 70 માર્ક્સ નું ગણિત રિઝનિંગ, 15 માર્કસનું અંગ્રેજી વ્યાકરણ અને 15 માર્કસનું ગુજરાતી વ્યાકરણ છે. હવે GROUP - Bની મુખ્ય પરીક્ષા કે જે કુલ 200 માર્કસની છે, તેમાં પણ 40 માર્ક્સ નું રીઝનીંગ, 20 માર્કસનું અંગ્રેજી અને 20 માર્કસનું ગુજરાતી હશે. આ સિવાય 30 માર્ક્સમાં કરંટ અફેર્સ વિથ રીઝનીંગનો પણ એક ટોપિક છે, જેમાં પણ રીઝનીંગનો ભાગ હશે. તમે જોશો કે પ્રિલિમ પરીક્ષાનો ઘણો સિલેબસ અહીં ઓવરલેપ થાય છે, એટલે કે પ્રિલિમ પરીક્ષાની તૈયારી સારી રીતે  કરવાથી મુખ્ય પરીક્ષાની પણ લગભગ અડધી તૈયારી થઈ જશે. આમ GROUP-Bની તૈયારી સહેલાઈથી થઈ શકશે અને જગ્યાઓ પણ વધારે હોઇ, પાસ થવાના ચાન્સ ખૂબ વધારે છે. એટલે જે વિદ્યાર્થીઓ પાસે કોઈ સરકારી નોકરી નથી તો GROUP-Bની તૈયારી કરવાથી સરકારી નોકરી મળવાના ચાન્સ ખૂબ વધારે છે.

વધુમાં ગ્રુપ બી પરીક્ષા MCQ પ્રકારની હોઇ (અને હવેના ટ્રેન્ડ મુજબ કદાચ ઓનલાઇન પણ લેવાય) આથી તેનું પરિણામ GROUP - A કરતાં પ્રમાણમાં જલ્દી આવશે અને નોકરી પણ વહેલી મળશે.

ટૂંકમાં, લખવાની ફાવટ સારી હોય, અનુભવ હોય અથવા પહેલેથી સરકારી નોકરીમાં હોય તો GROUP-A કરી શકો.

પણ હાલ કોઈ સરકારી નોકરી નથી, લખવાની ફાવટ કે અનુભવ ના હોય, બેન્કિંગ કે SSC જેવી પરીક્ષાની તૈયારી કરતા હોય અને ઓછી મહેનતે આ જ પ્રયાસમાં સરકારી નોકરી જોઈતી હોય તો GROUP-B ની તૈયારી કરવી જોઈએ.
બકુલ પટેલ સર

https://www.tg-me.com/જ્ઞાન સારથિ/com.gyansarthiofficial/23614
વ્યાકરણ_વિહાર_ડેમો_કોપી_8મી_આવૃત્તિ_1_1.pdf
3.2 MB
વ્યાકરણ વિહાર ડેમો કોપી 8મી આવૃત્તિ-1.pdf
ગુજરાતી વિષય માટેનું સફળ અને વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી પુસ્તક
કોઈ પણ જાતની નડતર વગરનો રસ્તો, જો તમે શોધી શકો તો,
કદાચ એ ક્યાંય નહીં જતો હોય.
📌વિવિધ વિભાગો દ્વારા લેવાયેલ પરીક્ષાના પરિણામ અને નિમણૂક ની અટવાયેલ પ્રક્રિયાઓ 4 જૂન પછી શરુ થવાની શક્યતો રહેલી છે.
📌આ ટોપિક વિશે આપની પાસે કોઈ ઓથેન્ટિક સોર્સ હોય તો અમને અહી @Teamgyansarthi પર ધ્યાન દોરવા વિનતી.
આજે ગાંધીનગર સેકટર 17 ની લાઇબ્રેરી પાસે 2:30 કલાકે લલનટોપ(Lallantop) ની ટીમ આવી રહી છે.

તો બધા યુવાનો એ પોતાની વાત અવશ્ય મૂકવી..
મુદ્દો ખૂબ પ્રતિષ્ઠિત માધ્યમ થી બધા લોકો સુધી પોહચી શકે છે.

બધા યુવાનો લાઇબ્રેરી બહાર આવે ગેટ પાસે 2:30 કલાકે.. સેકટર 6, 11, 22 બધા પ્રાઇવેટ લાઇબ્રેરી માં તૈયારી કરનાર મિત્રો પણ અવશ્ય આવે.

પોતાની વાત, પીડા, વેદના રજૂ કરવી...
ગુજરાત સરકારનું વાસ્તવિક મોડલ, પરીક્ષા તંત્ર, બેરોજગારી... જેવા મુદ્દા ખાસ મુકવા
2024/04/28 08:22:25
Back to Top
HTML Embed Code: